Tuesday, 20 June 2017

તમારા સાથે વરસોથી એક વફાદાર સૌનિક તરીકે હું જોડાયેલો છું . તમારી દરેક ચુંટણી અને તમારી દરેક લડતમાં તન, મન અને ધનથી હું અને મારું કુટુંબ ખડે પગે રહયુ છે તે તમે જાણો છો.

મહેરબાન શંકરસિંહબાપુ,

જય માતાજી,

તમારા સાથે વરસોથી એક વફાદાર સૌનિક તરીકે હું જોડાયેલો છું . તમારી દરેક ચુંટણી અને તમારી દરેક લડતમાં તન, મન અને ધનથી હું અને મારું કુટુંબ ખડે પગે રહયુ છે તે તમે જાણો છો. તમારા શક્તિ દાળમાં સહુથી વધારે ખર્ચ અને મહેનત કરનાર હું હતો તે તમે તમારા ભાષણમાં કહું હતું. આમ છતા આજે આ કડવો પત્ર તમને લખુ છું તેની પહેલી થી માફી માંગી લવ છું .


મારા નીચેના પ્રશ્નો ના જવાબ આપશો.


1 : સાચો રજપુત લડાઈ ના સમયે  મેદાન છોડીને ભાગે નહીં, દુશ્મન સાથે બેસે નહીં કે દુશ્મન ને ફાયદો થાય તેવું કરે નહીં તો તમે જે કોંગ્રેસે તમને બધું જ આપ્યું તેના સાથે કેમ આવું કરો છો ?

2 : તમે એમ કહો છો કે તમારે તો ઘાંચીને હરાવવો છે માટે ભરત્યો નો ચાલે અને ટિકિટ તમે કહો તેને જ આપે તો જ કોંગ્રેસ જીતી શકે તો મારે તમને પુછવું છે કે રાજપા માં 182 ટિકિટ તમે આપી અને ખાલી 3 જ કેમ ચુટાણા હતા ?

3: તમે કહો છો કે તમારો ચહેરો જાહેર થાય તો જ કોંગ્રેસને મત મળે તો મારે પુછવું છે કે તમારો પોતાનો ચહેરો અને તમે પોતે ઉમેદવાર હોવા છતાં ગોધરા અને સબરકાંઠામાંથી તમે જ કેમ હારી ગયા ? સાબરકાંઠા તો કોંગ્રેસ નો ગઢ છે બહારથી આવેલા નિષાબેન અને મધુસુદન મિસ્ત્રી જેવા કોંગ્રેસમાંથી ચુંટાય પણ તમે હારી જાવ તોય તમે કહો કે તમારો ચહેરો હોય તો જ મત મળે ?

4: કોંગ્રેસ પક્ષ પાસે આજે માંગો છો તે પાંચ વર્ષ પહેલાં કેમ ના માંગ્યું ? પાંચ વર્ષ વિરોધપક્ષના નેતા તરીકે જલસા કર્યા અને હવે ખરા સમયે ત્રાગા કેમ ? વિરોધપક્ષના નેતા તરીકે તમે શું કર્યું ? વિધાનસભા માં કેટલું બેઠા ? કેટલા પ્રશ્નો ઉઠાવ્યા ? ભાજપ સાથે સેટિંગ સિવાય શુ કર્યું ?

5: તમારી લડત તમારા સ્વાર્થ માટે જ હોય છે . 1995 માં તમે ભાજપ માં હતા અને કેશુભાઈ ના નેતૃત્વ માં ભાજપને જોરદાર સફળતા મળી પછી કેશુભાઈ ને હટાવી તમારે સીએમ થવું હતું એટલે તમે વાત ચલાવી કે કેશુભાઈ ના ચાલે . તમે દબાણ કર્યું કે બીજા કોઈને પણ સીએમ બનાવો . ભાજપના મોવડી મંડળે સુરેશ મહેતાને સીએમ બનાવ્યા. ખુબ સારા માણસ અને તમારા જુથ ના છતા તમે સુરેશ મેહતા સામે બળવો કરાવ્યો અને તમે ચડી બેઠા. આમ કેમ ?

5: મારા જેવા કેટલાય તમારી વાતોમાં આવીને બરબાદ થયા તેમની તમે ક્યારે ચિંતા કરી ? રણજીતસિંહ જાલા, પરમાનંદ ખટટર, ઉમેશ રાજ્યગુરુ, મહાવીરસિંહ હરિસિંહ ગોહિલ, વિપુલ ચૌધરી, હરદાતસિંહ જાડેજા, ગાભાજી ઠાકોર, હરિસિંહ ચાવડા જેવા મોટા ગજાના અનેક મોટા રાજકીય નેતા તમારી સાથે તમારી લડત માં જોડાયા અને તેમની આખી કારકિર્દી ખતમ થઈ ગઈ પણ તમે એમના કોઈ ના માટે કયારેય પણ કેમ ના લડ્યા ?

6: આજે તમે જે કરો છો તે તમારે ત્યાં સીબીઆઈ અને ઇડી ની રેડ પડી તે કેસ પતાવવા કરો છો કે પછી ઘાંચી તમને તમે ભેગા કરેલા કરોડો ના કારણે દબાવે છે માટે કરો છો કે તમારા દીકરા અને તમારા માટે કોઈ સેટિંગ છે ?

7: તમે કેશુભાઈ કે નરહરિ અમીન જેવા ભોળા નથી માટે સેટિંગ પાકુ હશે તો પણ હું માનું છું કે મોદી તમને ઓળખે છે અને તમારી જેમ તરત બોલીને ફરી જાય છે માટે તેનું કામ પતે પછી તમારું બરાબર કરે તે  પાકકુ કર્યું છે ને ?

8: ખરેખર આ ઉંમરે તમે જે કરો છો શરમ જનક છે અને હું તમારી ગદ્દાર રાજનીતિ માં એક રજપુત તરીકે જોડાય ને આપડા સમાજની આબરૂ ને નુકશાન કેમ કરી શકું ?


આપનો ભુત પુર્વ સૈનિક

જીતેન્દ્રસિંહ પી વાઘેલા

ગામ : પેથાપુર

જિલ્લો: ગાંધીનગર

No comments:

Post a Comment